વલ્લભ વિલેજ કર્તવ્ય

વલ્લભ વિલેજ સાઈટનું કર્તવ્ય અને ધ્યેય

અમારું એક જ લક્ષ્ય છે કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે સંતોષ થાય તેવી સાઈટ તૈયાર કરવી. વલ્લભ વિલેજમાં ૨૦ વર્ષથી પણ વધારે અનુભવી વૈષ્ણવોનું યોગદાન છે. અને આ વૈષ્ણવ ટીમની ધ્યેય વૈષ્ણવ સમાજને સંપૂર્ણ સંતોષ મળે તેવો આશય છે. અને ભગિરથ કાર્યને આગળ ધપાવવા વૈષ્ણવ વૃંદને ચમકદાર પણ પુષ્ટિ-સિધ્ધાંત યુક્ત લેખોનો સમાવેશ કરવામાં આવશે. લખાણ કાર્ય સરળ પણ સમજી સકાય તેવો પ્રયત્ન જારી રાખવાનો આશય વલ્લભ વિલેજની ટીમનો છે. અગ્રેજી તથા ગુજરાતી ભાષામાં લેખો વેબ-સાઈટમાં પ્રકાશિત કરી ભાષાંતરના વખતે ભાવમાં અસ્પૃશ્યતા ન આવે તેવી ખાસ કાળજી રાખવામાં આવી છે. આમ બંને ભાષામાં વાચન વખતે સુગમતા રહે. આ સાઈટને એક અદ્દભૂત પણ આગ્રગણ્ય બનાવવાના ઉદ્દેશ સાથે જ્ઞાન મેળવવાનું મુખ્ય કેન્દ્ર બને તેવો નમ્ર ભર્યો પ્રયાસ કરી આખરે સ્વાધ્યાય-મુખ્ય-કેન્દ્ર બને તેવી ઈચ્છા અને અભિલાષા.

સુદ્ધ અને પ્રમાણિક દ્રષ્ટિકોણ

અમે પ્રમાણ, સિધ્ધાંત અને મંતવ્યથી ભરપુર એવા દ્રષ્ટિકોણ સાથે સાથે વિચાર-શક્તિને પોષણ આપે તેવો આગ્રહ રાખી લેખોને વલ્લભ વિલેજમાં યોગ્ય સ્થાન પ્રદાન કરશું. ખાસ કરીને આગ્રગણ્યાં પુષ્ટિ લેખકો અને શ્રીવલ્લભકુલ દ્વારા પણ લેખોને પ્રમુખ સ્થાન મળે તેવો આગ્રહ રાખીએ છીએ.

પુષ્ટિ વાચનનું એક વિરામ સ્થળ

આપના માટે આ સાઈટ એક એવું કેન્દ્ર બને કે જ્યાં પુષ્ટિમાર્ગને આવેગ આપે તેવા દરેક સાહિત્ય ઉપલબ્ધ રહે અને આશા રાખ્યે છે કે ધીરે ધીરે સંપૂણ પુષ્ટિમાર્ગના સાહિત્ય અહીં એકજ જગ્યાએ વાંચી શકાય તેવો પ્રયાસ માટે અમે તનતોડ મહેનત અને તત્પરતા રાખીએ છીએ. બ્રહ્મસંભંધથી સેવા-પ્રકાર અને લીલા-રસ સાથેસાથે સોળસ ગ્રંથનો સમાવેશ કરવામાં આવશે,સાથે સાથે ૮૪, ૨૫૨ વૈષ્ણવની વાર્તા અને પુષ્ટિ-અનુંયાયોનાં સુંદર લેખો જે પુષ્ટિમાર્ગને વેગ આપે તેવા પણ લેખો પ્રગટ કરવાનો આશય છે.

તતષ્ટા અને અનુભવ

તતષ્ટ ભાવથી ભરપુર લેખો યુવાનો/બાળકો માટે ખાસ રજૂઆત કરવાનો આછો પ્રયાસ કરવો અને  નવી પેઢીને પણ પ્રોત્સન મળે તેવો આદેશ વલ્લભ વિલેજનો છે. તેમ છતા પણ પુખ્ત વયના વૈષ્ણવો માટે પણ એટલી કાળજીથી લેખોનો સંગ્રહ આપની આ સાઈટ પર ઉપલબ્ધ રહેશે.

સાઈટનું જોડાણ

વલ્લભ વિલેજ 1&1 વેબ હોસ્ટનો ઉપયોગ કરે છે કારણકે આ હોસ્ટ સાઈટ પાસે મોટી મોટી સાઈટને સમગ્ર વિશ્વમાં ઘોષણા કરવાનું સાધન છે અને તમારા કમ્પ્યુટર સાથેનું જોડાણ ૨૭૫ જી.બિ.આઈ ની જડપથી વેબ સાઈટને પહોંચાડવા શક્તિમાન છે. સ્વતંત્ર સહાયક નવ કેરિયર (વેબ-વાહન) પણ સહાય રૂપ પડદા પાછળ રહી વિશ્વમાં ખૂણે ખૂણે વેબ સાઈટ પહોચાડવા સમર્થ છે – એટલેજ વલ્લભ વિલેજની સાઈટ અમે આ સંસ્થા દ્વારા આપનાં ઘરમાં અને ઓફિસમાં પહોચાડવા નર્ણય લીધો.

જય શ્રી કૃષ્ણ