શુદ્ધાદ્વૈત

શુદ્ધાદ્વૈત સમજવા પહેલાં તો અખંડાદ્વૈત ઉપર સમજવાની કોશિશ કર્યે.

અખંડાદ્વૈત:

સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મને અનેકરૂપ થઈને લીલા કરવાની ઇચ્છા થઈ. આ લીલા કરવા પોતાના ચિત્ અને આનંદાશને તિરોહિત કર્યા. સચ્ચિદાનંદ બ્રહ્મ પૂર્ણાનંદ છે. તેનો આનંદ અમાપ છે, ગણી શકાતો નથી. અનેક રૂપે લીલા કરવાની પોતાની સ્વતંત્ર ઇચ્છાથી તે તેનો આનંદ અલ્પાંશે તિરોહિત જેવો કરે છે. તે આનંદ જે તિરોહિત કરવામાં આવે છે તે આનંદ ગણી શકાય તેવો ‘ગણિતાનંદ’ બને છે. આવું ગણિતાનંદવાળુ બ્રહ્મ-સ્વરૂપ ‘અક્ષરબ્રહ્મ’ તરીકે ઓળખાય છે. આ અક્ષરબ્રહ્મ ને પ્રાકૃતિનાં ગુણો કે કાલ વગેરેની તેના પર કોઈ અસર થતી નથી.

અંશ લોકરૂપે પ્રકટ થવાની ઇચ્છાથી, પૂર્ણાનંદનો આનંદ પણ સ્વલપ પણ તિરોહિત જેવો થાય તો આનંદ જેમાં પ્રકટ છે જ નહિ તેવા નિરાનંદ લૌકિક – પદાર્થોને તેમાંથી આનંદ મળવવાની આશાથી મેળવવા મથતાં, ગુપ્તાનંદ જીવોને જીવન ટકાવતી આનંદ-માત્રનો પણ પુરો અનુભવ ક્યાંથી મળે?

એટલે જ્યારે આનંદ જ નથી ત્યાં આનંદના અનુભવ વગર જ દુઃખ, અશાંતિ અને કલેશ વગેરે થાય જ ને. આનંદનો અનુભવ ત્યારે થાય કે જ્યારે પ્રભુ, શ્રી કૃષ્ણ કૃપા કરે, કૃષ્ણ-કૃપાથી લૌકિક-ઇચ્છાઓ છૂટે તો જ ભગવદ્દ-નામ લેવાય. ભગવાનના સ્વજન થવાય અને આનંદ મળે અને કૃતાર્થ થવાય.
અક્ષરબ્રહ્મનાં રૂપાંતરો છે પ્રકૃતિ-પુરુષ, કાલ-કર્મ-સ્વભાવ વગેરે. અક્ષરબ્રહ્મ ‘કૂટસ્થ’ પણ કહેવાય છે. અક્ષરબ્રહ્મમાંથી સૌની ઉત્પત્તિ છે. અક્ષરબ્રહ્મ જ્ઞાનીઓ માટે જ્યોતિર્મય છે. ભક્તો માટે ભગવાનના ધામ (વૈકુંઠ, વગરે) રૂપ છે. ભગવાનના અંશ વગેરે રૂપમાં તે ‘પૂછ’ વગેરે રૂપે પણ હોય છે. અક્ષરબ્રહ્મ વ્યાપક હોવાથી તેનું વ્યાપકપણું બ્રહ્મધર્મ વાળું છે. જ્યારે તે ભગવાનના ચરણ વગેરે રૂપે હોય ત્યારે પૂર્ણાનંદ જ છે. મુક્ત થયેલા જીવોને સામાન્યત: અક્ષરબ્રહ્મ નાં ગણિતાનંદ-બ્રહ્માનંદ નો અનુભવ થાય છે. પણ કૃષ્ણ-કૃપાથી પૂર્ણાનંદનો અનુભવ કરાવે. આ છે અક્ષરબ્રહ્મની આછી ઓળખ.

સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મને અનેક રૂપ થઈને લીલા કરવાની ઇચ્છા થઈ ત્યારે સદંશમાંથી જડ પ્રકટ કર્યા. આનંદાશને તિરોહિત કરી, ચિદંશમાંથી જીવ પ્રકટ કર્યા. જીવમાં સત્ અને ચીતનો આવિર્ભાવ કર્યો પણ આનંદાંશમાંથી અનેક અંતર્યામી રૂપ પ્રકટ કર્યા.

જડમાં અને જીવમાં ચિત અને આનંદનો અવિર્ભાવ કરવાથી તે સચ્ચિદાનંદ-બ્રહ્મ રૂપ બને છે. અને જીવ અંતર્યામી તો સચ્ચિદાનંદ બ્રહ્મ રૂપ પ્રકટ તો છે જ. તે બધામાં છે. જેમ સોનામાંથી જુદા જુદા નામ અને આકારવાળા ઘરેણા બનવે છે છતાં તે સોનાથી જુદા નથી. સોનું જ તે રૂપે પરિણામ પામેલું છે. સોનું અને ઘરેણા બંને સાચા છે. ઘરેણાંમાથી પુન: સોનું જ મળે છે. તેમ જડ-જીવ-બ્રહ્મ ત્રણેમાં તત્ત્વત: કાંઈ જ ભેદ નથી, આથી તે અખંડદ્વૈત જ છે, તેનો વ્યાવહાર માત્ર જુદો છે. આ છે બ્રહ્મવાદ. ‘શુધાદ્વૈત’ કે ‘બ્રહ્મવાદ’ પણ આ છે, આને કહેવાય અખંડાદ્વૈત.

શુદ્ધાદ્વૈત નો અર્થ:

સુદ્ધાદ્વૈત શબ્દમાં ષષ્ઠી-તત્પુરુષ અથવા કર્મધારયસમાસ છે. આ ષષ્ઠી-તત્પુરુષ છ છે: (૧) નામ (૨) રૂપ (૩) કાર્ય (૪) કારણ (૫) જીવબ્રહ્મનો અભેદ (૬) જીવબ્રહ્મનો અદ્વૈત. આવું જ્ઞાન તે છે ‘અદ્વૈત-જ્ઞાન’. તેનો વાદ છે ‘અદ્વૈત-વાદ’. શુદ્ધ શબ્દથી શ્રી વલ્લભ એમ સૂચવે છે કે શુદ્ધ એટલા માટે કે અદ્વૈત તો માયા ને આધીન નથી, તે માયાસંબંધ-રહિત છે. માયા તો પ્રભુની શક્તિ છે તે સર્વકાંઈ થઈ-કરી શક્વાની તેની શક્તિ છે. તેથી ભગવાનથી ભિન્ન નથી.

માયિક-બ્રહ્મ કાર્ય કે કારણ રૂપ નથી. પણ એક વાત સ્પષ્ટ છે કે મોહ કરાવતી માયાના સંબંધ વગરનું શુદ્ધ બ્રહ્મ જ કારણ રૂપ અને કાર્યરૂપ છે. કારણ અને કાર્ય, એ બંને સુદ્ધ-બ્રહ્મ રૂપ છે, તેથી તે બંને નું અદ્વૈત છે. આ મત ‘શુદ્ધાદ્વૈત’ છે. બે શુદ્ધનું અદ્વૈત અથવા ‘શુદ્ધ છે તે અદ્વૈત કહેવાય. આ છે શ્દ્ધાદ્વૈત નો અર્થ. વેદાંત છે તેવું સ્વકાર્યે તે ‘શુદ્ધ’ !

બ્રહ્મવાદનું સ્વરૂપ:

આ બધું બ્રહ્મ છે, આવો વાદ હોય તો તે વાદને ‘બ્રહ્મવાદ’ કહેવાય. આ વાદમાં સમજાવે છે કે, આ બધું પ્રત્યક્ષ અને પરોક્ષ વિશ્વ આત્મા તે બ્રહ્મ રૂપ જ છે. તેનું સર્જન પણ પ્રભુજ કરે છે. તે રક્ષાય છે, વિશ્વાત્મ ભગવાન્ રક્ષે છે અને એ જ ઈશ્વર તે હરે છે. આથી સમજાય છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ એ સર્વ આત્મા જ છે. એટલે આ બધુજ બ્રહ્મ પોતેજ છે. આ છે શ્રુતિનો અર્થ અને તેના વાદથી ‘બ્રહ્મવાદ’ સિદ્ધ થાય છે. બાકીનું જે કાંઈ છે તે બધું મોહ થવા માટે જ કલ્પેલું છે. (જુઓ શ્રીમદ્ ભાગવતના ૧૧મા સ્કંધ- તેમાં ભગવાને ઉદ્ધવજીને જે જ્ઞાન આપ્યું, તેને ‘બ્રહ્મવાદ’ કહેલું છે.)

આ છે ટૂંકમાં બ્રહ્મવાદનો પરિચય.