વલ્લભ વિલેજમાં આપનું ભાવભર્યું સ્વાગત. આ વેબ સાઈટ પુષ્ટિ-સ્વધ્યાયને વેગ આપવા અને વૈષ્ણવોમાં પુષ્ટિ-જ્ઞાન અને ભાવને વેગ આપવા માટે એક દીનતા ભર્યો પ્રયાસ કર્યો છે. આશા છે કે આપ આ વેબ-સાઈટને આવકારશો.

આ વેબ સાઈટ શા માટે?

આજ ૫૦૦ વર્ષથી પણ વધારે પુષ્ટિમાર્ગને થયા છતાં વૈષ્ણવો પુષ્ટિમાર્ગને પૂરેપૂરી રીતે સમજી શક્યા નથી અથવા તો સેવા-પ્રકાર અને રીતિમાં જ્ઞાત નથી, આ ખારેખેર અચંબાની વાત છે. હા પુષ્ટીમાર્ગના આચાર્યાશ્રી તો છે પણ તે આપણને માર્યાદિત સમયે જ જ્ઞાન આપિ શકે અને આપશ્રી હરપળ તો આપણી સાથે ન હોવાથી આ અનઅવસરમાં સમજવા, જાણવા માટે અમે એક દીનતા-પૂર્વક પ્રયાસ કરી આ વલ્લભ વિલેજ વેબ-સાઈટ તૈયાર કરી છે. હાલ તો પાપા-પગલી કરતી સાઈટ છે પણ ૨૦૧૨ સાલં દરમ્યાન અમે પુષ્ટિ-લેખકો અને અનુયાયી દ્વારા આપના સ્વધ્યાય માટે પુષ્ટિ-સાહિત્ય આ સાઈટ પર રજુ કરશું. અરે ! તો આપ શું વિચારમાં પડી ગયા, ચાલો સ્વધ્યાય માટે અને મનન કરવા માટે આપ આ સાઈટના મેમ્બેર (સભ્ય) બનવા માટે રજીસ્ટર થઈ જાવને ! વલ્લભ વિલેજના સભ્ય બનવા માટે કોઈ સુલ્ક નથી, ખરેખર મફત છે.

 

 

 સભ્ય શા માટે બનવું જોઈએ?

વલ્લભ વિલેજમાં બે વિભાગ રાખવામાં આવ્યા છે, એક વિભાગ આમ વેબ-સરફર માટે છે કે જેમાં સભ્ય બનવાની જરૂર નથી. બીજા વિભાગમાં સ્વધ્યાય માટેનું સાહિત્ય અને પરીક્ષા પત્રોથી ભરચક હશે, અને સ્વધ્યાયના પુષ્ટિ-સાહિત્ય ફક્ત રજીસ્ટર સભ્યો માટે જ ઉપલબ્ધ રહેશે.જેમ જેમ સ્વધ્યાયમાં સભ્યની પ્રગતિ થશે તેમ તેમ નવા નવા અને પ્રગતિશીલ પુષ્ટિ-સાહિત્ય ઉપલબ્ધ રહેશે. આ રીતે આપની સમક્ષ વલ્લભ વિલેજ આપની પ્રગતિ સાથે સાથે પ્રગતિ કરશે. તો વિલ્લંબ ન કરો અને પુષ્ટિ-જ્ઞાન મેળવવા જરૂર સભ્ય બનો અને રજીસ્ટર થાવ.

 સભ્ય કેવી રીતે થવાય?

અરે આપ હજુ વિચાર કરો છો? અરે વૈષ્ણવ, આગળ વધો અને "એનરોલ નાવ" ના લિંક ઉપર આપનું માઉસ (ઉંદર)થી ક્લિક કરો અને રજીસ્ટર થઈ જાવ, સ્વધ્યાયનો આનંદ માણો, આપના જ્ઞાનને વેગ આપો અને પ્રભુની સેવા-રીતમાં વૃદ્ધિ કરો.અમને ખાતરી છે આ વર્ષ આપણા બધાં માટે પુષ્ટિ-દૃષ્ટિએ એક મહત્વ પૂર્ણ વર્ષ રહેશે. અમે વલ્લભ વિલેજના દાસોના દાસ સહર્ષ આપનું સ્વાગત કર્યે છે અને અમારા પુષ્ટિ-ઉમળકાને વેગ આપશો તેવી અભિયાર્થના.
જય શ્રી કૃષ્ણ.