પુષ્ટિમાર્ગ એટલે શું? 


પુષ્ટિ માર્ગ વેદિક ગ્રંથો અને વાણી અને ફિલસુફી પર આધારિત સુદ્ધાદ્વૈતના પાયા ઉપર તેનો પાયો રચાયો છે. આથી પુષ્ટિ માર્ગ “સુદ્ધ અદ્વૈત વેદાંત” માર્ગ અને સિધ્ધાંત પર આધારિત છે. આ સુદ્ધાદ્વૈત વિચાર ધારા ઉપર શ્રી વલ્લભ સમજાવે છે કે સુદ્ધાદ્વૈત સાકાર છે કારણકે ભુતળ પ્રભુની રચના છે અને તેમાં દરેક વસ્તુ સાકાર છે અને ભાવના પણ સાકાર છે, આ ભાવના ઇન્દ્રીઓ અને પ્રેમની બધીજ પરિભાષા શ્રી કૃષ્ણ જ છે અને આ ભાવ કોઈ પણ યોનિમાં થઇ શકે છે.

પુષ્ટિ માર્ગના સુદ્ધાદ્વૈત વિચાર ધારાથી બિલકુલ અલગ વિચારો તે વખતના વિદ્વાન એવા શ્રી સંક્રાચાર્યાજી, કે જે “અદ્વૈત વેદાંત” નો પ્રચાર સંકરા સંપ્રદાય દ્વારા કર્યો. આપનો પ્રચાર બિલકુલ અલગ અને વિરોધાભાસ હતો. તેમના વિચારથી જગત મિથ્યા છે અને તે ફક્ત પ્રભુની માયા છે ત્યારે શ્રી વલ્લભ બ્રાહ્મવાદમાં નિર્વચન-બીજી કલ્પના –કરવીજ નહિ, વસ્તુત: બ્રહ્મ ખરેખર સર્વ છે, વ્યવહાર તો લોકથી જ સિદ્ધ થશે. આથી જગતનો વ્યવહાર બે પ્રકારનો માનવામાં આવ્યો છે, લૌકિક અને વૈદિક. લૌકિક વ્યવહારને આગળ કરી (તેના લૌકિકના જેવો જ છે એમ જાણીને) વૈદિક વ્યવહારનું જ્ઞાન થાય છે. આથી જે સ્થૂળ છે તે સ્થૂળ છે અને ઇન્દ્રીઓ તે ઇન્દ્રીઓ જ છે માયા નથીપુષ્ટિ માર્ગના સુદ્ધાદ્વૈત વિચાર ધારાથી બિલકુલ અલગ વિચારો તે વખતના વિદ્વાન એવા શ્રી સંક્રાચાર્યાજી, કે જે “અદ્વૈત વેદાંત” નો પ્રચાર સંકરા સંપ્રદાય દ્વારા કર્યો. આપનો પ્રચાર બિલકુલ અલગ અને વિરોધાભાસ હતો. તેમના વિચારથી જગત મિથ્યા છે અને તે ફક્ત પ્રભુની માયા છે ત્યારે શ્રી વલ્લભ બ્રાહ્મવાદમાં નિર્વચન-બીજી કલ્પના –કરવીજ નહિ, વસ્તુત: બ્રહ્મ ખરેખર સર્વ છે, વ્યવહાર તો લોકથી જ સિદ્ધ થશે. આથી જગતનો વ્યવહાર બે પ્રકારનો માનવામાં આવ્યો છે, લૌકિક અને વૈદિક. લૌકિક વ્યવહારને આગળ કરી (તેના લૌકિકના જેવો જ છે એમ જાણીને) વૈદિક વ્યવહારનું જ્ઞાન થાય છે. આથી જે સ્થૂળ છે તે સ્થૂળ છે અને ઇન્દ્રીઓ તે ઇન્દ્રીઓ જ છે માયા નથી