કૌન પેં જાત શ્રી યમુને જુ બરની 

Who can really know Yamunaji?

Who can really know Shree Yamunaji?

Shree Gusainji’s sevak (disciple) Shree Gangabai’s pada (Pushti glory song) explains that it is really difficult to describe or understand Shree Yamunaji’s swaroop (form). Shree Mahaprabhuji with his ability is the real candidate to describe Shree Yamunaji and her character (gunna). Shree Yamunastakama is where Shree Mahaprabhuji wrote about her character, her form and her mood and compared her with the form of Shree Krishna.

If we really want to worship Shree Yamunaji, then we should try to know her, her character, her moods and her celestial strength, why she is called Shree Yamunaji  etc. We at Vallabha Village have made a humble attempt here and as the site progresses we shall publish more articles on this celestial Bhagwada Swaroop. In our search we have found umpteen literatures on Shree Yamunaji, and as they are edited for the web we shall publish them.

કૌન પેં જાત શ્રી યમુને જુ બરની. 

આ પદ તો મહાભાગા એવા શ્રી ગુસંજીના પરમ કૃપાળુ એવા શ્રી ગંગાબાઈએ રચ્યું છે. આ પદમાં આપ જાણે આપણને કહી રહ્યા હોય છે કે શ્રી ઠાકોરજીનું વર્ણન, શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલનાથજીનું વર્ણન થઈ શકે પણ વર્ણન કોણ કરી શકે? જવાબમાં તો શ્રી વલ્લભ જ યોગ્યતાથી શ્રી યમુનાજીનું વર્ણન કરી શકે અને તેનું પ્રમાણ છે સોડષ ગ્રંથનો પહેલો ગ્રંથ – શ્રી યામુનાષ્ટકમ્.

આપણે શ્રી યમુનાજીની ભક્તિ કરવી છે એટલે શ્રી યમુનાજીના નામ ગુણ અને લીલા પહેલાં જાણવા જરૂરી છે. શ્રી યમુનાજી મહારાણી કેમ કહેવાણા, તે કેવા છે, તેમનું નામ શ્રી યમુનાજી કેમ પડ્યું, વગેરે વગેરે જાણવું છે. આ વલ્લભ વિલેજમાં અમારો આછો એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શ્રી યમુનાજી ઉપર ઘણું લખવાનું છે, ઘણું સાહિત્ય પણ ઉપલબ્ધ છે અને અમે ધીરેધીરે આ સાહિત્ય આ વેબ સાઈટમાં પધ્રાવશું.